રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (jharkhand assembly election results 2019) ના પરિણામોમાં હવે જે પ્રકારના ટ્રેન્ડ આવ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશમાં ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના લગભગ સૂપડાં સાફ થયા છે. ઝારખંડમાં વોટિંગ દરમિયાન એવી પણ અટકળ લાગી હતી કે ભાજપે આ વખતે પ્રદેશમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે તેમ છે. પાર્ટીની અંદર પહેલેથી જ તણાવના કારણે કમાન ભાજપના હાથમાંથી નીકળીને જેએમએમ પાસે જતી રહી. પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે આખરે કયા કારણોસર પાંચ વર્ષ પૂરા કરનારા પહેલા મુખ્યમંત્રી બનવા છતાં રઘુવર દાસના નેતૃત્વને જનતાએ નકાર્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની હારના પાંચ કારણો...


1.  સહયોગી પક્ષોને નજરઅંદાજ કરવું ભાજપને ભારે પડ્યું
મહારાષ્ટ્રમાં શિવસેનાએ સાથ છોડ્યા બાદ ભાજપે ઝારખંડમાં પોતાનો અલગ રસ્તો પકડ્યો અને એકલા ચાલવાની પહેલ તેમને ભારે પડી. ભાજપે પોતાના જૂના સહયોગી પક્ષ AJSUને બાજુ પર હડસેલીને એકલા હાથે ચૂંટણીમાં ઉતરવાનું નક્કી કર્યું. પાર્ટીને તેનાથી ભારે નુકસાન થયું. AJSUએ આશરે 20થી વધુ બેઠકો પર ભાજપનું કામ બગાડ્યું. જ્યાં પણ AJSU મેદાનમાં ઉતરી ત્યાં ભાજપના જ મતો કપાયા. AJSUના ઉમેદવારોને જેટલા મતો મળ્યાં તેટલા જ મતોએ અનેક બેઠકો પર જેએમએમના ઉમેદવારોને ફાયદો કરાવ્યો. 


Jharkhand Assembly Election Results LIVE: ઝારખંડમાં 'અબ કી બાર હેમંત સોરેન સરકાર'? JMM+ને મળ્યું બહુમત


2. આંતરિક વિખવાદે પાર્ટીનું નુકસાન કર્યું
ઝારખંડ ભાજપના આંતરિક વિખવાદના કારણે પાર્ટીને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. આ ચૂંટણીમાં ભાજપના અનેક જૂના સહયોગીઓ અને પક્ષોએ પાર્ટીનો સાથ છોડ્યો તો કોઈ અન્ય પાર્ટીમાં સામેલ થયા તો કોઈએ અપક્ષ તરીકે દાવો ઠોક્યો. જેની સીધી અસર પાર્ટીના પરંપરાગત મતદારો પર કે પછી કહી શકાય કે કેડર વોટ પર પડી. 


સરયુ રાય જેવા જૂના નેતાઓનું અલગ થવું, જેમના દમ પર પાર્ટીએ ઝારખંડમાં શરૂઆતના દિવસોમાં પોતાનો પાયો મજબુત કર્યો હતો. જેનાથી જનતાને એક ખોટો સંદેશો ગયો કે પાર્ટીની અંદર જૂના નેતાઓની કદર થતી નથી. 


3. બળવાખોર નેતાઓને સંભાળી નથી શકી ભાજપ હાઈકમાન્ડ
બળવાખોર નેતાઓને મેનેજ કરવામાં પાર્ટી પૂરી રીતે નિષ્ફળ ગઈ. ભાજપ દિલ્હીથી જ ચીજો મેનેજ કરવાના ચક્કરમાં બધી જવાબદારી મુખ્યમંત્રી રઘુવર દાસને સોંપની નિશ્ચિત થઈ ગયો જેના કારણે આ બાજુ પાર્ટીના નેતાઓની રઘુવર દાસ સાથે નારાજગી ચરમસીમાએ પહોંચી ગઈ. સીટોની વહેંચણીમાં પણ પાર્ટીએ મોટાભાગે એવા લોકો પર ભરોસો વ્યક્ત કર્યો તે દાસના નજીકના હતાં. જે લોકો પાર્ટીના જૂના દોરમાં સાથી હતાં તેમને બાજુએ હડસેલવામાં આવ્યાં. 


4. આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં બિન આદિવાસી સીએમ ભારે પડ્યા
આ ઉપરાંત એક કારણ એ પણ રહ્યું કે આદિવાસીઓની બહુમતીવાળા પ્રદેશમાં બિન આદિવાસી સમાજના મુખ્યમંત્રી લોકોને મંજૂર નહતાં. સરકારમાં રહ્યાં તે વખતે અનેકવાર કહેવાયું કે બિન આદિવાસી મુખ્યમંત્રી હોવાના કારણે જ્યારે પણ વાત આદિવાસીઓના અધિકાર સંબંધિત કોઈ કાયદા અંગે આવતી હતી ત્યારે લોકોને રઘુવર દાસ પ્રત્યે આશંકા રહેતી હતી. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....